મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) ના રાજકારણ અંગે મોટા સમાચાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર સરકારમાં શરદ પવાર (Sharad Pawar)  'સુપર બોસ' બની શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સરકારને સલાહ આપવા માટે એક સમિતિ બનશે. આ સમિતિ ત્રણેય પાર્ટીઓની ભેગી હશે જે સરકારને સલાહ આપશે. આ સમિતિ મુખ્યમંત્રીને પણ સલાહ આપશે. પવાર આ સમિતિના પ્રમુખ બની શકે છે. આ સમિતિ યુપીએ (UPA) ફોર્મ્યુલાના આધારે બનાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra: અમિત શાહે તોડ્યું મૌન, કહ્યું- 'સોનિયા અને શરદ પવારે સત્તા માટે કરી સોદાબાજી'


મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારની શપથગ્રહણ થવા જઈ રહી છે. કાલે ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) શિવાજી પાર્કમાં શપથ લેશે. મમતા બેનરજી, નીતિશકુમાર, જગનમોહન રેડ્ડી શપથગ્રહણમાં સામેલ થઈ શકે છે. ઠાકરે 30 નવેમ્બર સુધીમાં બહુમત સાબિત કરી શકે છે. જો કે ઠાકરેના શપથગ્રહણ અગાઉ જ મહાવિકાસ આઘાડી(Maha Vikas Aghadi) માં સત્તાના વર્ચસ્વની ગડમથલ જોવા મળી રહી છે. અજિત પવાર(Ajit Pawar) ને મુખ્યમંત્રી બનાવવા માટે બારામતીમાં પોસ્ટર લાગ્યા છે. 


ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, શરદ પવારના ચરણસ્પર્શ કરી લીધા આશિર્વાદ


આ બાજુ સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારને એનસીપી ફરીથી વિધાયક દળના નેતા બનાવી શકે છે. એનસીપી વિધાયક દળની  બેઠક આજે સાંજે થવાની શક્યતા છે. કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચે થયેલા વિવાદ બાદ એનસીપી અજિત પવારની પહેલા હતી તે સ્થિતિ બહાલ કરવા માંગે છે. જો કે એ સ્પષ્ટ નથી કે અજિત પવાર ડેપ્યુટી સીએમ હશે કે પછી તેમને કોઈ મંત્રાલય સોંપવામાં આવશે. અજિત પવારે બળવો પોકાર્યા બાદ તેમને એનસીપી વિધાયક દળના નેતા પદેથી હટાવવામાં આવ્યાં હતાં અને તેમની જગ્યાએ જયંત પાટિલને બનાવવામાં આવ્યાં હતાં. 


આ VIDEO પણ ખાસ જુઓ...


શિવસેના(Shivsena) ના 16, એનસીપી(NCP)ના 15 અને કોંગ્રેસના 12 મંત્રીઓ સામેલ થઈ શકે છે. જો કે કોંગ્રેસ(Congress) સ્પીકર અને ડેપ્યુટી સીએમનું પદ પણ માંગી રહી છે. આ મુદ્દે હજુ વાત બની નથી. 
(ઈનપુટ-અહેસાન અબ્બાસ)